3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.
*3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ. મોડાસા, તા.21: ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે યોજાયેલ હરિદ્વાર મહાકુંભમાં કોરોનાની મહામારી હોવાથી ગંગા સ્નાન માટે હરિદ્વાર જવું મુશ્કેલ હતું. આ મહાકુંભના પવિત્ર જળને હરિદ્વારથી લાવીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરી અને મહાકુંભ સ્નાનનો લાભ આપવામાં આવેલ. સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર એક સ્થાન પર વધુ સંખ્યા એકઠી ના થાય તેથી આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ત્રણ હજાર ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ આજ દિવસે ગાયત્રી જયંતી હોવાથી દરેકને ઘેર ઘેર ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટ્ટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આ