વિશ્વ વન દિવસ અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓના વનવિસ્તારથી સમૃદ્ધ.
વિશ્વ વન દિવસ અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓના વનવિસ્તારથી સમૃદ્ધ. જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના શક્ય નથી. અરવલ્લી જીલ્લો અરવલ્લીની ગિરિમાળાઓથી અને વનવિસ્તારથી સમૃદ્ધ જિલ્લો છે. વનથી પ્રભાવિત અને વનમાં વસતા આદિવાસીઓ વનથી જ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આજે વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લાની વન સંપતિ ગૌરવ સમા ગુજરાતના વનવિસ્તારને અલાઈદી ઓળખ આપે છે. જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે, તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્