પોસ્ટ્સ

ફેબ્રુઆરી 10, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "

છબી
અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ ઉજવાયો ,51 બટુકોએ સમૂહ જનોઈ અને 7 નવ યુગલોએ સમૂહમાં લગ્ન કર્યા "  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિર  ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ધામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આજે ઉજવાઈ ગયો હતો.ગત 10  વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરાયું હતુ .આ 11 મા પ્રસંગમાં 51 બટુકોને સમૂહ જનોઈ અને 7 નવ યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અંબાજી સંસ્

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગતજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

છબી
જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી. વ્યસનથી થતાં નુકસાનો અંગેના બેનરો પ્રદર્શિત કરી રેલી કાઢવામાં આવી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ (સંસ્થાકીય સંભાળ), શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ભાટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં.બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.