અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી.
અરવલ્લી જિલ્લા મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં કલેક્ટરે ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. રજૂઆત કરાયેલ કામ સરકારની ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા હતા. આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા કાયદો અને વ્યવસ્થા ને લગતા,વીજ જોડાણના, જમીન માપણીના, ગેરકાયદે બાંધકામના, એસ.ટી.ના, આયોજનના કામોના,પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેનો સત્વર અને હકારાત્મક ઉકેલ લાવવા પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત , જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમ