થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 70મો પાઠ થયો
થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 70મો પાઠ થયો
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે પરચાધારી અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ શ્રી શ્રી 1008 કુબાજીદ્રારા પીઠાધિશ્વર જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજના માર્ગદર્શન હેઠળ દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલા શરૂ કરવામાં આવી સુંદરકાંડના પાઠના પઠન શ્રવણ મનન કરવાથી જીવનનો એકેય કાંડ અમંગળ રહે નહિ મન વાંચ્છિત ફલની પ્રાપ્તિ માટે આત્મ વિશ્વાસથી વધારો કરવા માટે સુંદરકાંડનો જબરદસ્ત મહત્વ છે તેવો સંતોનો મત છે ભકતજનોના જોરદાર સમર્થન ના પગલે સતત 70મા શનિવારે પૂજય સંત ઘેવરદાસ બાપુની પાવન નિશ્નામાં માનસ કથાકાર વિક્રમભાઈ દવે દ્રારા રાજપૂત હઠાજી ધેંગાજી સરપંચશ્રી જમડા ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ભક્તિ મય વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે મયૂરભાઈ શાસ્ત્રી, ઈન્દ્રવદનભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા દર શનિવારની જેમ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
આગામી 71મો સંગીતમય સુંદરકાંડનો પાઠ પ.પૂ.સંત ઘેવરદાસ બાપુ ની પાવન નિશ્રામાં માનસ કથાકાર નરસેંગદાસ રામાનંદી વલાદરના દ્રારા સાધુ મફારામ ગુલાબદાસ મુ વલાદરના સૌજન્યથી યોજાશે અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનોની સંખ્યામાં વધારો રહ્યો છે સરળ સ્વભાવના ,ગૌ ભકત, હનુમંત ભકત, સેવાભાવી નિર્મળ સંત ઘેવરદાસ બાપુના અનુયાયી વર્ગમાં પણ સતત વધારો થઇ રહેલ છે અહીં દર શનિવારે રાત્રે ભજન સત્સંગ નુ પણ આયોજન કરવામાં આવે છે ભકતજનો દ્રારા ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે જેમાં ભજનોમાં તલ્લીન થઇ નાચતા ભક્તોને જોઈ મન પ્રફુલ્લિત થઇ જાય છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com