પોસ્ટ્સ

જુલાઈ 19, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આજે અરવલ્લીના માલપુર તાલુકાના સાતરડા અને ટીસકી અને બાયડ તાલુકાના અહમદપુરા અને સરસોલી ગામ ખાતે પોહચ્યાં.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ આજે  અરવલ્લીના માલપુર તાલુકાના સાતરડા અને ટીસકી અને  બાયડ તાલુકાના અહમદપુરા અને સરસોલી  ગામ ખાતે પોહચ્યાં. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સવારે અને સાંજે માલપુર અને બાયડ તાલુકા  ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં આવ્યા. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.