અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી
અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ શાળાઓ અને કોલેજો આવેલી છે ત્યારે થોડા મહીના અગાઉ ખુલેલી ભવાની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિંગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી ઉત્કર્ષ મંડળ સંસ્થાના મુખ્ય સંચાલક એલ કે બારડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સારા ભવિષ્ય માટે પ્રાથના કરી શુભ કામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભવાની નર્સિંગ કોલેજ ના પ્રિન્સીપાલ કોમલબેન જગદીશસિંહ ચૌહાણ અને તમામ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આધ્યશક્તિ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ ઇન્ચાર્જ નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનાં કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. નર્સિંગ દિવસની ઊજવણીમા ક્વીઝ, રંગોલી, સ્પીચ અને ડીબેટ જેવા કાર્યક્રમ કેક કાપીને ઉજવવામાં આવ્યા હતા. રિપોટર જયોતિ ઠાકોર અંબાજી