પ્રેમનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા યુવાધન માં જોવાતી આતુરતા...*
પ્રેમની અભિવ્યક્તિ કરવાનો આમ તો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે ના દિવસે યુવાઓ પોતાના મનગમતા પાત્ર સમક્ષ પોતાના પ્રેમને અભિવ્યક્તિ કરે છે. પશ્ચિમી દેશોનુ અનુકરણ કરી અને ભારત જેવા દેશમાં પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે.
જીવનમાં પ્રેમ ન હોય તો એ જીવન વ્યર્થ છે એ પ્રેમ પછી માતા-પિતા નો હોય ,ભાઈ-બહેન નો હોય, મિત્રનો હોય કે પછી પ્રેમી-પ્રેમિકા નો હોય, પ્રેમ વિના જીવન મીઠાશ વગરની જિંદગી સમાન છે. આજની ૨૧મી સદીમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ વધતાં પહેલાના સમયની જેમ જુજ લોકો જ પ્રેમ પત્ર લખતા હોય છે હવે મોબાઈલ ના યુગમાં યુવાઓ મેસેજ થી એક-બીજાને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા લાગ્યા છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ના દિવસે યુવાધન ઉત્સાહપૂર્વક પોતાના પ્રિય પાત્રને વિવિધ ભેટસોગાદો આપવા માટે ગિફ્ટ ની દુકાનોમાં ખરીદી કરતા હોય છે. ફલ બજાર માંથી ફૂલની કળી આપીને પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ વેલેન્ટાઇન ના યુવા ધન ઉજવણી કરી રહ્યા છે...PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com