રાજદિપ એ્ન્ટરપ્રાઇજ કંપની સોંપવામાં આવ્યું છે ત્યારેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે અને અંબાજીની સુંદર છબી પોતાના મનમાં ધરાવતા હોય છે
અંબાજી.વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી માં દેશ વિદેશ થી માઇભક્તો માતાજી ના આશીર્વાદ મેળવવા આવતા હોય છે રાજદિપ એ્ન્ટરપ્રાઇજ કંપની સોંપવામાં આવ્યું છે ત્યારેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે અને અંબાજીની સુંદર છબી પોતાના મનમાં ધરાવતા હોય છે. પરન્તુ હાલ માં અંબાજીમાં ઠેરઠેર ગંન્દગી થી ઉભરાઈ રયુ છે. હાલ માં અંબાજી ના મેન સર્કલ થી માત્ર 100 મીટર ના અંતરે લાગે ગન્દગી નો મોટો હબ બનાવી રાખ્યો હોય તેવું લાગી રયુ છે. અંબાજી માં અગાઉ સાફ સફાઈ માટે ઓલ ગ્લોબલ સર્વિસ ની કામગીરી હતી જે પોતાની ફરજ બજાવી સાફ સફાઈ ની સુંદર કામગીરી કરી હતી.પણ હાલ માં અંબાજી ની સાફ સફાઈ ની કામગીરી રાજદીપ એન્ટરપ્રાઇજ નામ ની કંપની ને સોંપવામાં આવી છે જે સફાઈ ના નામે માત્ર દેખાવો કરતી હોય તેવું લાગી રયુ છે. અંબાજી ના મેન સર્કલ ના બાજુ માં ગન્દગી થી ઉભરાઈ રયુ છે અને મોટો રોગસાલો ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ડી.કે.સર્કલ જોડે આવેલા નાના મોટા વેયપારિયો અને ત્યાં થી જતા આવતા યાત્રાળુઓ નો મોટો મુશ્કિલી નો સામનો કરવો પડી રયો છે. *રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*