પોસ્ટ્સ

જુલાઈ 16, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી*વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર, એ નરબંકો શૂરવીર સલીમ, આજે એકલ નીકળી પડ્યો સફર,ઘણાયની બોલતી બંધ કરાવી, નિર્દોષની રક્ષા કાજે ઉઠાવ્યો

છબી
*પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી* વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર,  એ નરબંકો શૂરવીર સલીમ, આજે એકલ નીકળી પડ્યો સફર, ઘણાયની બોલતી બંધ કરાવી, નિર્દોષની રક્ષા કાજે ઉઠાવ્યો સૂર, અચાનક અણધારી લીધી વિદાય, તોય અંતર માંહી રહેશે ભરપૂર.. આજની આ સવાર ખૂબ જ કરૂણ રૂદન આપી ગઈ અને હૃદયથી રડાવી ગઈ,  સૌ માટે લડનારો લડવૈયો આજે ખુદ માટે ન લડી શક્યો એનો અફસોસ આજીવન ડંખની માફક ખૂંચ્યા કરશે. મારા જીવનમાં તો સલીમ બાવાણી એક આશાનો ઉજાસ પાથરી ગયા.. મુજને જીવતા શીખવાડી ને ખુદ ચાલી નીકળ્યા... આજની આ ઘડીએ પરમકૃપાળુ પરમાત્માને સ્વર્ગસ્થની આત્માને શાંતિ અર્પે એવી હૃદયપૂર્વકની અભ્યર્થના સહ શત્ શત્ નમન. ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ સંયોજક માનનીય સલીમભાઈ બાવાણીનું કોરોનાના પગલે દુઃખદ અવસાન થયેલ છે. પત્રકાર એકતા સંગઠન સહિત રાજ્યભરના પત્રકાર મિત્રો માટે લડત ચલાવતા એક સમર્પિત અગ્રણીની આકસ્મિક વસમી વિદાયથી ગુજરાત પત્રકાર એકતા સંગઠન  માં ઊંડો આઘાત અનુભવે છે અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.  પ્રદેશ સંગઠન મંત્રી    પરમાર પ્રધાનસિંહ પત્રકાર એકતા સંગઠન ગુજરાત

ભાવનગર જિલ્લાનાસિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવીસિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત

છબી
ભાવનગર જિલ્લાના સિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવી સિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત  સિહોર શહેર જે ભાવનગર રાજકોટ હાઈવે ધોરી માગઁ છે અને સતત ૨૪ કલાક નાના મોટા વાહનો લોડીગ વાહનો સહિત ની સતત અવર જવર શરૂ હોય છે. ત્યારે આ સિહોર હાઈવે રોડ અને શહેરના મધ્યમાં આવેલ વડલાચોક પાસે સરકારી,અધઁસરકારી કચેરીઓ  જેમાં સિહોર પોલીસ સ્ટેશન,એલ.ડી.મુની હાઈસ્કુલ,જ્ઞાનભારતી સ્કુલ, નગરપાલિકા,બસ સ્ટેશન સહિત આ હાઈવે રોડ ઉપર જ કચેરીઓ શાળાઓ આવેલ છે.લોડીગ વાહનો તેમજ પેસેન્જર વાહનો બેફામ બેફીકરાઈ થી વાહનો રોડ ઉપર દોડતા હોય છે અનેક વખત અકસ્માતોનાં બનાવો બનતાં હોય છે. જે અંગે આર.એન્ડ.બી વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણૈ સિહોર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ના આસપાસ આર.એમ.બી વિભાગ નાં નિયત નિયત મુજબ આ બમ્પ તાત્કાલિક ધોરણે કરવા માંગ છે અને બમ્પ થી અકસ્માતે સહિતની ધટના નિવારી શકાય. અને નવાગામ(ચિરોડા) થી વરતેજ  સુધી અનેક હાઈવે ઉપર આર.એન્ડ બી વિભાગ દ્રારા એક સાથે 9 બમ્પો મુક્યા છે .તો તેના નિયમ મુજબ આ બ