પોસ્ટ્સ

જુલાઈ 30, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત. મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.

છબી
ગાયત્રી પરિવારના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત.   મોડાસા સર પી.ટી.સાયન્સ કોલેજમાં "સ્વાસ્થ્યની જાળવણી અને આહાર વિહાર" વિષયમાં સેમિનાર યોજાયો.   ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં મોડાસાની સર પી. ટી. સાયન્સ કોલેજની વિદ્યાર્થીની કરિના મુકેશભાઈ પટેલ ગુજરાતમાં ત્રીજા સ્થાને આવતા સન્માન કરાયું.      અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવવા તેમજ અનેક વિષયોને લઈ સ્કૂલો કૉલેજોમાં કાર્યક્રમ કરે છે. જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી વંચિત ના રહે. આ માટે કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત ૨૮ જુલાઈ, શુક્રવારે મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજ ખાતે " સ્વાસ્થ્યની જાળવણી અને આપણો આહાર વિહાર " વિષય પર સેમિનાર યોજાયો. જેમાં કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે પ્રેઝન્ટેશન સાથે સ્વાસ્થ્ય પર સમગ્ર આહાર તેમજ આપણી જીવનશૈલીની અસર બાબતે ઝીણવટ ભરી રજૂઆત કરી.      આ ઉપરાંત ગાયત્રી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા તથા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે ભારતીય સંસ્કૃતિ જ્ઞા