જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં લોકનિકેતન વિનયમંદિર, લવાણા ના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સંસ્થાનું ગૌરવ....

જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં  લોકનિકેતન વિનયમંદિર, લવાણા ના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સંસ્થાનું ગૌરવ.
લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં જુદી જુદી કૃતિઓ સાહિત્ય વિભાગ, કલા વિભાગ વગેરે વિભાગોમાં ભાગ લીધેલ હતો..તે પૈકી (૧) કાવ્ય લેખન સ્પર્ધામાં કાળમા કોમલબેન પચાણભાઈ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં ) પ્રથમ સ્થાને (૨) ગઝલ લેખનમાં વાઘેલા સીતાબેન કરસનભાઈ  (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  પ્રથમ સ્થાને (૩) વકતૃત્વ  સ્પર્ધામાં ચૌધરી ભારતીબેન ભાણાભાઈ  (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  દ્વિતીય સ્થાને (૪) લોક નૃત્યમાં રાજગોર કાજલબેન અને  સમગ્ર ટીમ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં ) દ્વિતીય સ્થાને (૫) લોકવાર્તામાં પંચાલ જીજ્ઞાબેન જયંતિભાઈ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  તૃતિય સ્થાને (૬) કાવ્ય લેખન ચોખાવાલા મનોજકુમાર (૨૧ થી ૫૯ વર્ષ વય જૂથમાં )  તૃતિય સ્થાને આવીને સમગ્ર શાળા પરિવાર, સંસ્થા અને લવાણા ગામનું ગૌરવ વધારેલ છે. શાળાના માર્ગદર્શક શિક્ષકો અને આચાર્યશ્રીએ ભાગ લીધેલ અને વિજેતા બનેલા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી..
બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.