જાફરાબાદ તાલુકાના કડીયાલી ગામ(જિલ્લા અમરેલી), માં તાજેતરના તાઉતિક વાવાઝોડું ના કારણે રણછોડભાઈ મકવાણા અને તેમના ધર્મ પત્ની વાડી વિસ્તારમાં રણેકના મકાન માં મકાન નીચે દબાઈ જતાં બન્ને નું મુત્યુ થયું હતું.
જાફરાબાદ તાલુકાના કડીયાલી ગામ(જિલ્લા અમરેલી), માં તાજેતરના તાઉતિક વાવાઝોડું ના કારણે રણછોડભાઈ મકવાણા અને તેમના ધર્મ પત્ની વાડી વિસ્તારમાં રણેકના મકાન માં મકાન નીચે દબાઈ જતાં બન્ને નું મુત્યુ થયું હતું. આ ઘટના કોલીસમાજ માટે સમગ્ર જાફરાબાદ તાલુકા માં સૌથી વધારે આઘાત જનક અને દૃખદ ઘટના હતી.ઞુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીયશ્રી સી. આર. પાટીલ સાહેબ સહિત કોલી સમાજના મોટા ભાગના ભાજપ, કોંગ્રેસ ના મોટા નેતાઓ એ પરિવારની મુલાકાત લઈ સાંત્વન આપ્યું હતું.બધાજ સન્માનિય રાજકિય અને સામાજિક તથા કોલી સમાજના આગેવાનો આ કોલી સમાજના ગરીબ પરિવાર ના દૃખમા સહભાગી થવા છતાં નિષઠૂર સરકારી તંત્ર કડીયાલી(તાલુકા જાફરાબાદ, જિલ્લા અમરેલી) ને નિયમ પ્રમાણે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ભારત સરકારની જોગવાઈ હોવાં છતાં સહાય ની ચુકવણી કરી નથી. તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી નમ્ર વિનંતી કરું છું ્ મનુભાઈ વાજા ટીબી (પૂર્વ ચેરમેન , જીલ્લા આરોગ્ય સમિતિ , જીલ્લા પંચાયત અમરેલી, પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ , જાફરાબાદ,વગેરે...) બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ