નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર
દેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગ. 17/01/2021 ગોડાઉનમાં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત લાખો રૂપિયાનું નુકસાનનો દેડીયાપાડા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ના અભાવે હોનારતો કાબૂ મા આવતી નથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એપીએમસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન માં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવાઈ રહ્યું છે. શોર્ટસર્કિટથી લાગેલી આગ ઉપર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી અનુસાર દે lડીયાપાડા ખાતેની એપીએમસીના ગોડાઉનમાં સવારે લગભગ દસેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જે જોતજોતામાં ભયંકર સ્વરૂપમાં ફેરવતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી.શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ગોડાઉનમાં ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ લાખો રૂપિયાનો જથ્થો આગને હવાલે થવાનું જાણવા મળ્યું છે.આગ લાગતાં જેસીબી મશીનથી ગોડાઉનની દીવાલને તોડી પંચાયતના બમ્બા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.