જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
જેઠ મારવા આવતાં મહિલાએ બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામમાં વિવિઘ માર્કેટ અને કોમ્પલેક્ષ આવેલા છે ત્યારે આજે બપોરે અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલાં બે માળના ગ્રામ પંચાયત કોમ્પલેક્ષ નાં ધાબા પર એક મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા આવી હતી. મહીલા પોતાના એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા ધાબા ઊપર આવતા ભારે કુતુહુલ સર્જાયું હતું.આ લાઇવ દ્રશ્યો જોઈ લોકોનાં રૂંવાટા ઉભા થઇ ગયા હતા. આસપાસના લોકોએ મહિલાને સમજાવવા ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ એક સમય માટે મહીલા પોતાના ફુલ જેવા 1 વર્ષના બાળકને ઉપરથી નીચે લટકાવી દીધો હતો ત્યારે પાસે દુકાન ધરાવતાં એક ભાઈ ઉપર જઇને મહિલાના બાળકને ખેંચી બચાવી લીધો હતો. ત્યારબાદ આ મહીલા જેનું નામ રજનીબેન સંજયકુમાર દંતાણીછે તેમને પણ ધાબા પર થી નીચે કૂદવાની કોશિષ કરી હતી ત્યારે તે વખતે હાજર એક દુકાનદાર ભાઈએ આ મહિલાને પણ બચાવી લીધી હતી. આ મહિલાનું કહેવું છે કે મારા સસરાનું પાલનપુર ખાતે 15 દીવસ અગાઉં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું અને અમે પાલનપુર