ગાયત્રી પરિવાર દ્વારા જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ માટે સઘન પ્રયત્નશીલ ગાયત્રી પરિવાર સાગવા ગામે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞ યોજાયો. ૧૧ ઑક્ટોબર , મોડાસા: જીવમાત્રને સ્વસ્થ જીવન જીવવા પર્યાવરણ બચાવ માટે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તે માટે કુદરતી ઉપાયો પર જાગૃતિ ઝુંબેશ ખૂબ જ જરૂરી છે. એના ભાગ રૂપે વૃક્ષોનું જતન એ વાતાવરણ સેનેટાઈઝ માટે અકસીર ઉપાય છે. ગાયત્રી પરિવાર દ્વારા જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ તરુરોપણ મહાયજ્ઞ દ્વારા સાગવા ગામે "પં. શ્રીરામ શર્મા આચાર્ય વન" ના નામે કુદરતી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જેના પ્રારંભમાં ૧૦૮ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના કુલ ૧૦૮ રોપા વૈદિક મંત્રોચ્ચાર સાથે વાવેતર કરવામાં આવ્યા. જેમાં દરેક રોપા સાથે એક એક વ્યકિત જોડાયા. આ વૃક્ષના રોપાને પોતાના મિત્ર કે પુત્રની જેમ ભાવનાત્મક સંબંધ જોડી જતન કરવાના સંકલ્પ સ