પોસ્ટ્સ

ઑક્ટોબર 5, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી. શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો.

છબી
અરવલ્લી.                         શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને  શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ  થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો. શામળાજી વિસ્તારોમાં અચાનક ગત રોજ એકાએક પવન સાથે વરસાદી માહોલમાં સાબરડેરી સંચાલિત શામળાજી આશ્રમ ખાતે આવેલ શીતકેન્દ્ર માં મોટો વિશાળકાય અજગર આવી જતા શીતકેન્દ્ર ના કર્મચારીઓ તેમજ લેબર સ્ટાફ ના મંજૂરો અને મેઘરજ મોડાસા ભીલોડા તાલુકામાં થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓમાંથી કલેક્શન કરી દૂધ લાવતા ટ્રકો ના ડ્રાયવરો કંડકટર માં ફફડાટ વ્યાપી ગયો હતો . ત્યારે શામળાજી વન વિભાગના આર એફ ઓ વિજયભાઈ ચૌધરી અને સામાજિક વનીકરણ વિસ્તાર ના ડી એફ ઓ એસ ડી પટેલ ને રાત્રી ના સમયે એક જાગૃત નાગરિકે જાણ કરતા બંને અધિકારીઓ એ તેમની રેસ્ક્યુ ટીમ ને શીતકેન્દ્ર ખાતે મોકલતા એક કલાક થી વધુ સમય ભારે જહેમત બાદ અજગરને શીતકેન્દ્ર કર્મચારીઓ ની મદદ કરતા પકડી લીધો હતો અને વન વિભાગના કર્મચારીઓ એ અજગર ને સમાલત પકડી લેતા કર્મચારીઓ અને તમામ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. અને ભયથી મુક્ત થયા હતા.   વન વિભાગના અધિકારીઓ અને કર્મચ

અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો : જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કર્યું શસ્ત્ર પૂજન.

છબી
અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો : જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કર્યું શસ્ત્ર પૂજન. અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં પણ આજે વિજયાદશમીના પર્વને અનુલક્ષીને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, અને પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રોને ગોઠવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અરવલ્લીના પોલીસ હેડકવાર્ટરમાં વિજયાદશમીના પર્વને અનુલક્ષીને પ્રતિવર્ષની પરંપરા અનુસાર પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા જુદા જુદા શસ્ત્રોને ગોઠવવામાં આવ્યા હતા, અને તેની પૂજા વિધિ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ અધિકારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પછી શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પોલીસ બેડામાં વાહનની પણ મદદ લેવામાં આવે છે, જેથી શસ્ત્રપૂજનના કાર્યક્રમની સાથે સાથે વાહનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.