પોસ્ટ્સ

જાન્યુઆરી 19, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા

છબી
અંબાજી ખાતે આજથી શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનું ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો,વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારો આવ્યા અંબાજી ખાતે 19 જાન્યુઆરી ના દિવસે બપોરે 3 વાગે અંબાજી 'SAPTI' સંસ્થા ખાતે દેશ-વિદેશના મૂર્તિકારોની ઉપસ્થિતિમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ 'શિલ્પ સંગમ'નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમમાં વિશ્વના 10 દેશોના 12 મૂર્તિકારોએ ભાગ લીધો છે .કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો.આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં 'SAPTI' સંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.    વિઓ:- આ કાર્યક્રમમાં દેશના ઉત્તમ કલાકારો અને વિશ્વના 10 દેશોના 12 કલાકારો પણ જોડાયા હતા. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપતી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ઉત્તમ સ્ટોનના આર્ટિસ્ટો પણ જોડાયા હતા. સાપ્તી ના અધિકારી ગણ સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ બનાસકાંઠા ડિડિઓ સ્વપ્નિલ ખેર સહીત નીતિન દત્ત, વિણાબેન પડિયા સહીત વિવિધ અધિકારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદેશના જે ઉત્તમ આર્ટિસ્ટ

સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે.

છબી
સબકી યોજના સબકા વિકાસ થીમ ને સાર્થક કરવા ભિલોડા તાલુકાના ગામોમાં ગ્રામસભા ઓ યોજવા માં આવી રહી છે. જેના અનુસંધાને આજે વાંકાનેર તથા મુનાઈ ગામે ગ્રામસભા યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગો ના કર્મચારીઓ તથા અઘિકારી ઓ હાજર રહી લોકોને માહિતી આપી સરકાર ની વિવિધ યોજના ઓ તથા લાભો વિશે જાણકારી આપી હતી. આ તબક્કે આરોગ્ય વિભગના સ્થાનિક કર્મચારીઓ તથા અઘિકારી પણ હાજર રહ્યા હતા .અને આરોગ્ય વિષયક માહિતી તથા જાણકારી તેમજ સરકાર ની વિવિધ યોજના ઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ  આયુષ્માન કાર્ડ બનાવવા માટેની જરૂરી માહિતી તથા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે આ કાર્ડ નીકળે છે તે પણ જણાવવામાં આવ્યું હતું.  આ ગ્રામસભા મિટિંગ માં સરપંચ શ્રી ઓ સભ્યો તથા ગામ ના આગેવાનો, તેમજ  ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા . આ ગ્રામસભા માં તાલુકા આરોગ્ય અધિકારી ડો.શ્વેતાંગ નિનામા પણ હાજર રહ્યા હતા.  અને આરોગ્ય વિષયક કઈ પણ સમસ્યા હોય તો જણાવવા અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.