જીલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

જીલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ પ્રજાલક્ષી કામોમાં જોડાઈને પ્રજાના નકારાત્મક પ્રશ્નોનોનો નિકાલ લાવવો -પ્રભારીમંત્રીશ્રી રમણ પાટકર અરવલ્લી જીલ્લામાં લોકોના પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ લાવવા માટે જીલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે વન અને આદિજાતી વિકાસમંત્રીશ્રી તથા અરવલ્લી જીલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં તથા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. જેમાં આ બેઠકમાં ૭૨ જેટલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. તેમાં સામુહિકના ૩૨ પ્રશ્નો વ્યક્તિગત ૨૮ તથા તથા નીતિવિષયક ૧૨ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.જેમાં તાલુકાના જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત વિગત વાર કરાઈ. જેમાં લોકો દ્વારા મોડાસાના બોરડી ગ્રામ પંચાયતના લીઝના બાબતે, મોડાસામાં વારંવાર વીજળી જતી રહેવા, મોડાસામાં સુજલામ સુફલામ યોજનાની પાઈપ લાઈનથી આજુબાજુના કિલોમીટરના અંતરના તમામ તળાવો ભરવા બાબતે, મોડાસાના મોટી બોરડી ખાતે સી.સી. રોડ મજુર કરવા બાબતે દાવલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ શામપ...