દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી*
*દાંતા તાલુકાના રંગપુર ગામે ધામણી નદીમાં સોમવારે તણાયેલા પિતા પુત્રની લાશ આજે મળી, SDRF ની ટીમે ભારે શોધખોળ બાદ નદીમાંથી લાશ બહાર કાઢી* બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવે તો મેઘ મહેર તરીકે ખેડૂતોમાં અને લોકોમાં ભારે ખુશી જોવા મળતી હોય છે તો બીજી તરફ ભારે વરસાદ આવવાથી ઘણી વખત મેઘ કહેર પણ થવાના લીધે ખેડૂતોને નુકસાન થવાનો વારો આવતો હોય છે અને ક્યારેક લોકોના જીવ પણ જતા હોય છે. દાંતા તાલુકામાં આવો ગોઝારો બનાવ સોમવારે બપોરે બન્યો હતો. દાંતા તાલુકામાં આવેલા રંગપુર ગામે ધામણી નદી માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. આ નદી મા સોમવારે બપોરે રંગપુર ગામના કિશનજી ઠાકોર ધામણી નદી માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક તણાવવા લાગ્યા હતા આ ઘટના જોઈ નહીં તેમના પિતા ભલાજી ઠાકોર તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વિના નદીમાં કૂદી પડ્યા હતા ત્યારે ભારે પ્રવાહને પગલે બંને પિતા પુત્ર તણાવવા લાગ્યા હતા આ ઘટનાની જાણકારી મળતા ગ્રામજનો તાત્કાલિક ધામણી નદી ઉપર એકઠા થયા હતા અને