૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી.
૧૯૭૦ નો દાયકો..ઓડીશાના મયુરભંજ જેવા પછાત વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી. રાજ્યના મંત્રીઓ ,કલેકટર અને અન્ય મોટા અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા..મિટિંગ ચાલુ હતી દરમિયાન એક નાનકડી દીકરી લોકોની ભીડ ચીરતી આગળ આવે છે અને કહે છે...સાહેબ મારે આપને એક વાત કરવી છે...! આશ્ચર્ય સાથે મંત્રીજીએ અનુમતિ આપી...દીકરી એ કહ્યું કે સાહેબ મારે ભણવાની ખૂબ ઈચ્છા છે પણ અહીં અમારા ગામમાં બાળકીઓ માટે કોઈ સ્કૂલ નથી...આપ ભુવનેશ્વરની કન્યા શાળામાં મારો દાખલો કરાવી આપશો...? મંત્રીજી એ કલેકટર સાહેબને આ બાળકીનો દાખલો કરાવી આપવાની જવાબદારી સોંપી.... લગભગ ૫૨ વર્ષ બાદ પ્રૌઢ અવસ્થાએ આ દીકરી પોતાના મયુરભંજના બે માળ અને છ કમરાના મકાનમાં જીવનના ઘણા ઉતાર ચડાવ જોઈ સંતોષકારક સામાજિક સન્માન મેળવી નિવૃત જીવન જીવી રહી હતી ત્યારે એક બપોરે ટીવી પર સમાચાર ચમકે છે કે...ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ભારતના ૧૫ માં રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે....! હવે આ બે માળ છ રૂમનું મકાન છોડી ૩૩૦ એકરના રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું છે એવું જાણી કેવી અનુભૂતિ થઈ હશે ? કદાચ બીજું કોઈ હોય તો એમ કહી શકાય કે એ ખૂબ ખુશ થયા