પોસ્ટ્સ

જૂન 4, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી

છબી
ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી અનેક નોટીસો આપવામાં આવી છે પણ દંડ આજદિન સુધી ભરાયો નથી ડીસા હાઈવે ઉપ૨ ૨૦૦ કરોડ થી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જો કે અગાઉ બિજની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રચના કન્સ્ટ્રકશન દ્વારા કાટમાળ મંજૂરી વગર જ હવાઈ પિલ્લર ખાતે આવેલી સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જો કે આ મામલે જાગૃત નાગરિકે રજુઆત કરતા આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરીટી અને બ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ ૬૫ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જો કે એક વર્ષથી આ દંડની રકમ ન ભરાતા ગઈકાલે મામલતદારે વધુ એક નોટીસ ફટકારી સાત દિવસમાં દંડની રકમ ભરવા હુકમ કર્યો છે. ડીસા ના હાઈવે ઉપર રચના કન્સ્ટ્રકશન દ્વારા ઓવરબિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કંપની દ્વારા હવાઈ પિલ્લરની સરકારી જગ્યામાં કોઈપણ જાતની મંજુરી વગર માટીના ઢગ અને રોડનું કાંટમાળ નાખવામાં આવ્ય