થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી મહારાજ નુ સ્થાન આવેલ છે વિશ્વ જયારે કોરોના ,પ્રાકૃતિક વિપદાઓ, યુદ્ધ ના ભયના માહોલ વચ્ચે જજુમી રહ્યુ છે તેવા સમયે 11મુખી હનુમાન દાદા ના ભક્ત સંત ઘેવરદાસ બાપુના દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાના સંકલ્પ અન્વયે 71મો સંગીતમય સુંદરકાંડનો પાઠ વિશ્વ કલ્યાણ હેતુ માનસ કથાકાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલાના વ્યાસાસને સાધુ મફારામ ગુલાબદાસ વલાદરવાલાના સૌજન્યથી કરવામાં આવેલ આ પ્રસંગે શેણલ માતાજી મંદિરના મહંત હરિનાથજી મહારાજ, મોરીખા નિવાસી શેણલ ઉપાસક ગણપતલાલ મહારાજ તથા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ ગણમાન્ય લોકો એ હાજરી આપેલ આ પ્રસંગે દર શનિવારે સાત્વિક ભોજન પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવે છે તેમ આજે પણ બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધેલ. અહી નિયમિત અન્નક્ષેત્ર પણ ચાલુ છે રાત્રે સુમધુર ભજન સંધ્યા નુ આયોજન પણ હોય છે ઘેવરદાસ બાપુ નવોદિત કલાકારો ને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે
72મા સંગીતમય સુંદરકાંડનો પાઠ તા 12/3/22ને શનિવારે બારોટ ગમનભાઈ રામજીભાઈ મુ. આસોદર તા થરાદના સૌજન્યથી યોજાશે . આ સ્થાને આ વિસ્તારના એકમાત્ર 11મુખી હનુમાન દાદા ની 31 ફુટ ઉંચાઇ ની અંદાજે 150ટનથી વધુ વજનની વિરાટ પ્રતિમા નિર્માણ થશે કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ સ્થાન પર દુર દુર થી ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે અને તેમને થયેલા દાદાના પરચાઓનુ વર્ણન કરી રહ્યા છે સંત ઘેવરદાસ બાપુ સૌના પ્રત્યે સમભાવ રાખી સૌનો સત્કાર કરી રહ્યા છે સંત ઘેવરદાસ બાપુની આ સ્થાન પર ભકતજનોના સાથ સહકારથી ટુંક સમયમાં એક ભવ્ય રામકથા નુ આયોજન કરવાની ઈચ્છા છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS CHANNEL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com