પોસ્ટ્સ

એપ્રિલ 26, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી

છબી
ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભંતે સંઘપ્રિય રાહુલજીના નેતૃત્વમાં તાજેતરમાં તાલ કટોરા ઈન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે સામાજીક સમરસતા, સમાનતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રતિમૂર્તિ, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન, બૌધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૧ મી જન્મ જયંતિના ઉપક્રમે સામાજીક સમરસતા તથા મહિલા કલ્યાણ સશક્તિકરણ મહા સંમેલન -૨૦૨૨ નું ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સંઘમાં ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે હર્ષદકુમાર ખેમચંદભાઈ સોલંકી યુવા અેડવોકેટ અને નોટરી (ડીસા) ની નિમણૂંક કરી જવાબદારી સોંપવામાં આવી. તથા ભારત સરકારના કેન્દ્રીય  રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલના વરદ હસ્તે તેમનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું. ઉપરોક્ત સંમેલનમા તેમની સાથે ભારતીય બૌદ્ધ સંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ચૌહાણ તથા ભારતીય બૌદ્ધ સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નવા વરાયેલા મોહનભાઈ અેમ. મકવાણા (પાલનપુર) પણ ઉપસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટેકડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી*

છબી
*જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટે કડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી         બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સમુહલગ્નોના આયોજકોએ લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે. હાલમાં ચાલતી લગ્ન સીઝન તેમજ અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે મોટાભાગે લગ્નો થતા હોઈ અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સા