પોસ્ટ્સ

સપ્ટેમ્બર 21, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લીના મોડાસામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન.

છબી
અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન. ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન. અરવલ્લીના મોડાસામાં  ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન કરાયું,નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મેળામાં ખરીદી કરીને મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું.મોડાસામાં ટાઉન હોલ ખાતે સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ - વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર દ્વારા ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પા

અવસર છે લોકશાહીનો..આવ્યો અવસર મતદાનનો.અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: વિવિધ શાળાઓમાં યોજાયા મતદાર જાગૃતિ કાર્યક્રમ.વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ચૂંટણીના મહત્વ વિશે અપાયા સંદેશ.

છબી
અવસર છે લોકશાહીનો..આવ્યો અવસર મતદાનનો. અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: વિવિધ શાળાઓમાં યોજાયા મતદાર જાગૃતિ કાર્યક્રમ. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ચૂંટણીના મહત્વ વિશે અપાયા સંદેશ. અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર meking, કોલાજ મેકિંગ, રંગોળી સ્પર્ધા યોજી ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્ય