થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ

થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ
 બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા વિશ્વના પ્રાણી માત્રનું કલ્યાણ થાય તે શુભ હેતુથી તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ ની સતત પ્રેરણા અને આશીર્વાદથી દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં આજે સતત 68મા શનિવારે માનસ કથા કાર વિક્રમભાઈ દવે ના વ્યાસાસને મોદી પીરાભાઈ હરજી ભાઈ મુ ભુરીયા C/o ગુરુકૃપા પાઇપ ફિટિંગ ચોથા કુંભારવાડા મુ મુંબઈ ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ધાર્મિક વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી 
આગામી ૬૯ મો સંગીતમય સુંદરકાંડનો પાઠ માનસ કથા કાર વિક્રમભાઈ દવેના સ્વર માં મોદી દિનેશભાઈ લાલાભાઇ મુ દિદરડા c/o શ્યામ કેટલફીડ મુ થરાદ ના સૌજન્યથી યોજાશે અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે સરળ સ્વભાવના ,ગૌ ભકત, સેવાભાવી નિર્મળ સંત ઘેવરદાસ બાપુના ચાહક વર્ગમાં પણ સતત વધારો થઇ રહેલ છે અહીં દર શનિવારે રાત્રે ભજન સત્સંગ નુ પણ આયોજન કરવામાં આવે છે સંત  ઘેવરદાસ બાપુનું અહીંયા સતત ભજન અને ભોજન ચાલે તેવી તમન્ના છે પૂજ્ય બાપુએ જણાવેલ કે કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે સુંદરકાંડનો પાઠ કરવાથી માણસને આધિ વ્યાધિ ઉપાધિ નો નાશ થઈ આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ધારેલાં કામો સફળ થાય છે સુખ શાંતિ સંપન્નતા નિરોગીતા માટે તથા પ્રગતિમાં વધારો કરવા માટે અઠવાડિયામાં એક વખત સુંદરકાંડ પાઠ કરવો જોઈએ અથવા જયાં પાઠ થતા હોય ત્યાં પાઠમાં તન મન ધનથી ભાગ લેવાથી ધારી સફળતા મળેછે
રિપોર્ટ PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો