અરવલ્લી જિલ્લા ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. 'માનવતા માટે યોગા'.... થીમ ઉપર યોગ દિવસ ઉજવાયો.આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અરવલ્લી જિલ્લા ખાતે પણ કરવામાં આવી રહી છે.“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન
અરવલ્લી જિલ્લા ખાતે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. 'માનવતા માટે યોગા'.... થીમ ઉપર યોગ દિવસ ઉજવાયો. આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી અરવલ્લી જિલ્લા ખાતે પણ કરવામાં આવી રહી છે.“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જયારે આ વખતની થીમ છે.... "માનવતા માટે યોગા"...પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લા ખાતે માન. રા. ક. મંત્રીશ્રી શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય.શ્રી વિ