ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.* ....ડિગ્રીવગર ના કહેવાતા ડોકટરો માં ફફડાટ. ડૉકટર લખેલ પાટિયા ઉતારવા લાગ્યા હોવાની લોકચર્ચા....
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.* ....ડિગ્રીવગર ના કહેવાતા ડોકટરો માં ફફડાટ. ડૉકટર લખેલ પાટિયા ઉતારવા લાગ્યા હોવાની લોકચર્ચા. ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ 🩺 જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે શિહોર તાબેના દેવગાણા ગામે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ *અનીલભાઇ રામજીભાઇ બારૈયા/પાલીવાલ બ્રાહ્મણ ઉ.વ.૨૫ રહેવાસી દેવગાણા જુની સુતારવાડી તાલુકો શિહોર જીલ્લો ભાવનગરવાળાને* દેવગાણા કેન્દ્રવર્તી શાળા પાસે આવેલ તેના દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૨૧૧૮/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી