પોસ્ટ્સ

ડિસેમ્બર 23, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ.ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું.

છબી
ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ. ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું. ઠાકોર સમાજનો દિકરોઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ નુ નામ રોશન કરી રહી છે ત્યારે પ્રોફેસર બનવા માટે ની નેટ ની પરીક્ષા માં જીગરકુમાર ચીનુજી ઠાકોર ઉત્તીર્ણ થઇ સમગ્ર ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું છે  બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામ જીગરજકુમાર ઠાકોર થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પ્રોફેસરની પાત્રતા ધરાવતી સ્લેટની(state level eligibility test) પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલ છે અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પ્રોફેસરની પાત્રતા ધરાવતી નેટની(Net-national eligibility test) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું અને ઠાકોર સમાજનું નામ રોશન કરતા તેમના મિત્રવર્તુળ તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી. અહેવાલ : ભરતભાઈ ઠાકોર ભીલડી