પોસ્ટ્સ

જૂન 7, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાંતા માં દેશી દારુના અડ્ડાઓ ને લઈ પોલીસ ઉપર અનેક સવાલો*

છબી
દાંતા માં  દેશી દારુના અડ્ડાઓ ને  લઈ પોલીસ ઉપર અનેક સવાલો દાંતામા દિતાના અડ્ડા ઉપર પોલીસના કાયદાઓ નેવે મુકી દારૂની મહેફીલ જામી દાંતા તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને અ સમાજિક ત્ત્તવો જ્યારે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે જાહેરમાં દારુની મહેફીલ જમાવી બેઠા હોય છે  ત્યારે કાયદા ના લીરેલીરા ઉડી રહ્યા છે તેમ છતાં પણ પોલીસ આખ આડા કાન કરી રહી ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઇ રહયાં છે કેમ આવાં માથા ભારે બુટલેગરો ઉપર પોલીસ કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી કરતી નથી શુ પોલીસ ને દર મહિને તેનુ મળી જતું હશે કે શુ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહયાં છે શુ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ આવાં માથા ભારે બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલાં લેવરાવશે ખરા કે પછી જેસે ચલતા હૈ વૈસે ચલને દો એવું થઈને રહેશે હવે એ જોવાનું રહયું કે દાંતામા વર્ષો થી ચાલતો દેશી દારૂના અડ્ડા પર દાંતા પોલીસ રેડ કરીને કેટલા સમયમાં દિતાને જેલના હવાલે કે તે જોવાનું રહયું  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.                                   વડાપ્રધાનશ્રી દ્વારા તારીખ 16- 12 -2020 ના 'નેશનલ કોનકલેવ ઓન નેચરલ ફાર્મિંગ 'ના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ નું મહત્વ અને તેની હાલની જરૃરિયાત ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતના એક ગામમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તો આ પદ્ધતિનો સરળતાથી વ્યાપ વધી શકે તેમ જણાવ્યું છે.આ માટે જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.ભારત સરકાર દ્વારા મેનેજ હૈદરાબાદની રાષ્ટ્રીય કક્ષાની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે .રાજ્યકક્ષાએ સમિતિને એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે. આજરોજ ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકા નો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓનલાઇન માધ્યમથી તેમ જ ઓફલાઈન માધ્યમ

સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મથી બાળકોના ચહેરા પર લાવ્યા સ્મિત.

છબી
સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મથી બાળકોના ચહેરા પર લાવ્યા સ્મિત. સરકારના પ્રયત્નોથી કલેફ્ટ લિપ ધરાવતા બાળકોને મળી નવી મુસ્કાન. બાળકો દેશની આવતીકાલ છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકની એક મુસ્કાન આપણા દિલને રાહત આપે છે. ક્લેફ્ટ લિપ( કપાયેલા હોઠ) ધરાવતા બાળકોને સ્મિત આપવાનું કાર્ય કર્યું છે અરવલ્લી જીલ્લાની આરોગ્ય ટીમે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલેફટ લિપ ધરાવતા બાળકોને અમદાવાદ લઈ જઈ તેમનું ઓપરેશન કરાવી બાળકો અને તેના પરિવારના સભ્યોને નવી મુસ્કાન મળી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓને સમજાવી, બાળકોની યોગ્ય તપાસ કરી તેના ઓપરેશન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓપરેશન બાદ પણ બાળકની સારવાર અંગે તંત્ર દ્વારા સતત માહિતી મેળવવામાં આવે છે. આ યોજનાની મદદથી મોડાસાના વતની એવા અને સામાન્ય જીવન જીવતા વ્યક્તિના પુત્રને સારવાર આપવામાં આવી. સરકાર અને તંત્રનો આભાર માનતા તેમને જણાવ્યું કે અમને હતું કે બાળકને આ પરિસ્થિતિમાં હેરાન થવું પડશે પરંતુ સરકારે તેની સારવાર કરાવી તેને ખુશહાલ બનાવ્યો છે. હું સરકાર અને જિલ્લા તંત્રનો આભારી છું.