પોસ્ટ્સ

એપ્રિલ 17, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી.

છબી
માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી. અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ  નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવી. માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી કરવા સારુ સરકારશ્રીમાંથી માઝમ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની મંજુરી આપવામાં આવેલ છે. જે પરત્વે આવતી કાલે તા.૧૮-૦૪-૨૦૨૩ના સવારથી માઝમ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જે ક્રમશ: વધારીને ૮૦૦ થી ૧૦૦૦ ક્યુસેક્સ સુધી પાણી છોડવામાં આવશે. અંદાજે ૧૦ થી ૧૨ દિવસ સુધી ડેમમાંથી પાણી છોડી જલ સ્તર ક્રેસ્ટ લેવલ સુધી લાવવાનું આયોજન છે. જેથી અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ  નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવાની બાબતે જાણ કરવામાં આવે છે. બ્યૂરો રિપોર્ટર જયોતિકા ખરાડી અરવલ્લી.

બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો*

બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો*

બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો*

છબી
*બનાસકાંઠાના પહાડી અંતરીયાળ કરમદી ગામના લોકો કુવાનું પાણી પીવા મજબુર, નવા કુવા બનાવે છે ગ્રામજનો* પાણીની સમસ્યા ઉનાળાના પ્રારંભમાં જોવા મળી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે પાણી,રસ્તા અને લાઈટની સમસ્યાઓ ગામડાઓમાં અત્યારથી જ જોવા મળી રહી છે કેટલાક ગામોમાં પાણી પાણીના પોકારો સાંભળવા મળી રહ્યા છે તો કેટલાક ગામોમાં રસ્તાની સમસ્યા પણ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારોમાં લાઈટ એ સમસ્યાના પ્રશ્નો સામે આવી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે,જેમા દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને અંતરિયાળ તાલુકો તરીકે ઓળખ ધરાવે છે. અંબાજી ગબ્બર પાછળ આવેલા અંતરિયાળ પહાડી ગામો ગુડા કરમદી ગામોમા લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ગામોમાં રહેતા લોકો બે કિલોમીટર દૂર ચાલીને કુવાનું પાણી ભરવા મજબૂર છે. આ ગામની ઓળખ ની વાત કરવામાં આવે તો આ ગામ મુખ્યમંત્રીનું દત્તક લીધેલ ગામ છે. કરમદી ગામમાં પાણીને લઈને પોતાની વીડંબના જણાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઘણા ગામો પહાડી અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. આવા ગામોમાં રહેતા ગરીબ પ્રજાતિના લોકોને પીવાના પાણીની