પોસ્ટ્સ

સપ્ટેમ્બર 13, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ.

છબી
અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ. આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે તથા દિવ્યાંગોમા pwd એપ તથા evm /vvpet નિદર્શનઅંગેની સમજ વિકસે તે  માટે આજરોજ તા 13/09/2022 ના રોજ માન. ડૉ. મીતાબેન ડોડીયા મતદાર નોંધણી અધિકારી 31 મોડાસા વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ  મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા પેરા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ એથલેટ અને ફુટબોલની રમતમાં વિજેતા ટીમોના કૂલ ૧૯ રમતવીરોનું મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માન કરવાના તથા સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપવા અર્થે કાર્યક્રમનું આયોજન જલારામ મંદિર  હિરાખાડી કંપા, વડાગામ ધનસુરા  ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા તથા સાબરકાંઠા -અરવલ્લી ફિજિકલ હેન્ડિકેપ મંડળ ધનસુરા તથા જલારામ માનવ સેવા ટ્રસ્ટ ખાડીકંપાના  સહિયોગથી આયોજન  કરવામાં આવેલ હતું. જે  કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વી.બી. ચૌધરી, સાબરકાંઠા અરવલ્લી ફિજિકલ હેન્ડીકેપ

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો. 20 વર્ષમાં વિશ્વાસના પ્રયાય સ્વરૂપે વિકાસ રૂપે આજે છેવાડાના માનવી સુધી વિકાસની યાત્રા પોહચાડવા સફળ બની છે ગુજરાત સરકાર : મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વાસથી વિકા સ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું ; માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની ગાથા આગળ વધી રહી છે.માળખાકિય સુવિધાઓ, જેમાં આરોગ્ય, શિક્ષણ, અને દરેક સુવિધાઓ લોકો સુધી પોહચાડી. અને આજે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ સફળ બન્યું.108 સેવા, વીજળી, રોડ રસ્તા અને સરકારની અનેક યોજનાઓ અને વિકાસના કર્યો કર્યા અને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી.વડીલો માટે પ્રવાસની યોજના મૂકી, નરેગા