પોસ્ટ્સ

એપ્રિલ 30, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ*

છબી
બનાસકાંઠામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરા     બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલની સૂચનાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ   અમીરગઢ 04, ભાભર 20, દાંતા 07, દાંતીવાડા 34, ડીસા 37, દિયોદર 23, ધાનેરા 27, પાલનપુર 17, સુઇગામ 69, થરાદ 52 અને વાવ 76 મળી કુલ  366 ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા      બનાસકાંઠા જિલ્લામાં પ્રજાજનોને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. જોકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરી 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી જવા

સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર...ડી જી વણજારાના 51 કરોડ ના દાવા સામે 15 કરોડ ચૂકવવા સંદેશ ને કોર્ટ નો આદેશ

છબી
સંદેશ દૈનિક સામે બદનક્ષી પુરવાર... ડી જી વણજારાના 51 કરોડ ના દાવા સામે  15 કરોડ ચૂકવવા સંદેશ ને કોર્ટ નો આદેશ નડિયાદ.30/04/22 ગુજરાત ના અગ્રણી દૈનિક પેપર સંદેશ ના માલિકો દ્વારા દ્વેષભાવ પૂર્ણ અને બદનક્ષી કરતા સમાચારો છાપવા બદલ અમદાવાદ સીટી સિવિલ જજ દ્વારા કસૂરવાર ઠેરવી રાજ્ય ના પૂર્વ ડીજી ડી જી વણજારા ને 15 કરોડ ચૂકવવા આદેશ કરતા અખબારી આલમ મા સન્નાટો છવાયો છે. ગુજરાત રાજ્ય મા સરકારો અને બ્યુરોક્રસી સામે સતત જનતા ના સવાલો ઉઠાવી સત્ય લખવાના પ્રયાસો ને બદલે પૂર્વગ્રહ અને દ્વેષપૂર્ણ સમાચારો થકી રાજ્ય ના તત્કાલીન ડીજી શ્રી વણજારા વિરૂધ્ધ તોફાની અહેવાલો લખી  સંદેશ દૈનિક અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલો ની સત્યતા ને જૂનાગઢ અને હિંમતનગર કોર્ટ મા ચેલેન્જ કરવામાં આવી હતી. જેમાં ડીજી વણજારા દ્વારા ભારતીય દંડ સંહિતા ની વિવિધ કલમો થકી દાદ માંગવામાં આવી હતી અને અમદાવાદ સીટી મા સિવિલ સ્યુટ દાખલ કરી વર્ષ 2000 મા સંદેશ વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી આરંભી હતી.અને બદનક્ષી બદલ 51 કરોડ નો દાવો માંડ્યો હતો  23 વર્ષ લાંબી લડત બાદ અમદાવાદ સીટી સિવિલ જજ અધ્યારું દ્વારા 51 કરોડ ની બદનક્ષી

મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે

છબી
મહિલા સશક્તિકરણના કારણે વધુંમાં વધું મહિલાઓ નોકરી અને વ્યવસાયના જુદા જુદા ક્ષેત્રોમાં નોધનીય સંખ્યામાં જોડાઇ છે. પરંતુ મહિલાઓના નોકરી અને વ્યવસાયના કામકાજના સ્થળે તેઓ નિર્ભયતાથી, કોઇ પણ જાતના ડર કે જાતિય સતામણી વગર પોતનુ કાર્ય કરી શકે તે માટે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનીયમ – ૨૦૧૩ અસ્તિત્વમાં છે. જે કાયદા અંતર્ગત કામકાજનું સ્થળ એટલે  (૧) કોઇપણ વિભાગ/ખાતું, સંગઠન, ઉપક્રમ, ઉધોગસાહસ, સંસ્થા, કચેરી વગેરે જેવી શાખા અથવા એકમ, જેની સ્થાપના, માલિક, નિયંત્રણ સંપુર્ણપણે કે આંશિક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેની નાણા વ્યવસ્થા યોગ્ય સરકાર અથવા સ્થાનિક, સતાતંત્ર, સરકારી કંપની અથવા નિગમ અથવા સહકારી મંડળી દ્વ્રારા કરવામાં આવી હોય. (૨) કોઇપણ ખાનગી ક્ષેત્ર, સંગઠન અથવા ખાનગી સાહસ, ઉપક્ર્મ ઉધોગસાહસ, સંસ્થા, ટ્રસ્ટ, બિનસરકારી સંગઠન, એકમ અથવા વાણિજ્યિક રીતે, વ્યવસાયિક રીતે, ધંધાદારી રીતે, શૈક્ષણિક રીતે, મનોરંજન, આરોગ્ય સેવાઓ, ઉત્પાદન, પુરવઠો, વેચાણ, વિતરણ વગેરે સહિત નાણાંકીય પ્રાવૃતિઓ દ્વ્રારા સેવાઓ પૂરી પાડનાર સર્વિસ પ્રોવાઇડર. (૩) હોસ્પિટલો અથવા નર્સિંગહોમ (૪) નિવાસી કે તાલીમ, ખ

મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે

છબી
મેઘરજ તાલુકાના મોટીમોરી ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવા માટે  તા. ૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે મોડાસા, શનિવાર- સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક વભદ/ ૧૦/૨૦૧૫/ ૨૬૨૪/ક, તા. ૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇ પ્રમાણે અરવલ્લી જિલ્લાનામેઘરજ તાલુકાના મોટીમોરી ગામે (અ ) વધુ અંતરના કારણે (બ )  જન સંખ્યાના  ધોરણે ( ક) રાજીનામાના કારણે (ડ ) પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબવ ભાવની દુકાન ) ખોલવાની થાય છે.        અ દુકાન ખોલવા માટે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવુ કે પંચાયત , મહિલાઓનુ સ્વસહાય જૂથ, સ્વસહાય જૂથ ( અન્ય ) સહકારી મંડળી અરજી કરી શકશે દુકાનનુ સંચાલન મહિલાને અથવા મહિલાઓને સાંપવાનુ રહેશે આમ સંસ્થા/મંડળી/ જુથ ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા રોજગાર અથવા શિક્ષિત પુરૂષ  બેરોજગાર પણ અરજી કરી શકશે આ અંગેના નિયત નમુનામાં કોરા અરજી  પત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરી મેઘરજ થી રૂબરૂમાં વિના મૂલ્યે મળી શકશે. અરજી પત્રકો કચેરી કામકાજ

ધનસુરા તાલુકાના નાણાં ગામે નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવા માટે તા.૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે

છબી
ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવા માટે  તા.૧૭ મે-૨૦૨૨ સુધી અરજી કરી શકશે મોડાસા, શનિવાર- સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ ક્રમાંક વભદ/ ૧૦/૨૦૧૫/ ૨૬૨૪/ક, તા. ૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇ પ્રમાણે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાણાં ગામે (અ ) વધુ અંતરના કારણે (બ )  જન સંખ્યાના  ધોરણે ( ક) રાજીનામાના કારણે (ડ ) પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે ધનસુરા તાલુકાના નાણાં ગામે  નવીન પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ( સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ) ખોલવાની થાય છે.        અ દુકાન ખોલવા માટે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવુ કે પંચાયત , મહિલાઓનુ સ્વસહાય જૂથ, સ્વસહાય જૂથ ( અન્ય ) સહકારી મંડળી અરજી કરી શકશે દુકાનનુ સંચાલન મહિલાને અથવા મહિલાઓને સાંપવાનુ રહેશે આમ સંસ્થા/મંડળી/ જુથ ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા રોજગાર અથવા શિક્ષિત પુરૂષ  બેરોજગાર પણ અરજી કરી શકશે આ અંગેના નિયત નમુનામાં કોરા અરજી  પત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરી ધનસુરાથી રૂબરૂમાં વિના મૂલ્યે મળી શકશે. અરજી પત્રકો કચેરી કામકાજના ક

અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે

છબી
અરવલ્લી જિલ્લાના ઓળખપત્ર મેળવવા ઈચ્છુક કલાકારોએ સાધનિક પુરાવા રજૂ કરવાના રહેશે મોડાસા, શનિવાર- કલાકાર કલ્યાણનિધિની વહીવટી સમિતિએ નક્કી કર્યા અનુસાર કલાકારની વ્યાખ્યામાં આવતા કલાકારો કે જે સંગીત, નૃત્ય, નાટ્ય, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, ગ્રાફિક્સ, તેમજ લોકશૈલીની પારંપારિક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકરોએ કે જેઓનું કોઈ ક્ષેત્રે કે એકથી વધારે ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર પ્રદાન કર્યુ હોય તેવા કલાકારોને તથા માન્ય કલા સંસ્થા જે પાંચ વર્ષ કે વધુથી કાર્યરત હોય તેવી સંસ્થાના વધુમાં વધુ ત્રણ હોદ્દેદારોને ઓળખપત્ર મળી શકશે. તેમજ માન્ય સંસ્થાએ નોંધણીના દાખલાની પ્રમાણિત નકલ તથા પ્રમુખ-ઉપપ્રમુખ મંત્રી વિ.હોદ્દેદારો (વધારેમાં વધારે ત્રણ)ની વિગતો મોકલવાની રહેશે. જે કલાકાર દૂરદર્શન,આકાશવાણીની પેનલ પર પાંચ વર્ષથી સક્રિય હોય અથવા માહિતી ખાતાની પેનલ પર હોય અને માહિતી ખાતા અથવા રાજ્ય સરકારના કાર્યક્રમમાં પાંચ વર્ષથીસક્રિય હોય અથવા સરકારના કાર્યક્રમો સાથેપાંચ વર્ષથી સંકળાયેલા હોય અને તે અંગેના પુરાવા રજૂ કરશે તેવા કલાકારો ઓળખપત્ર મેળવી શકશે, અરવલ્લ