પોસ્ટ્સ

માર્ચ 9, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

છબી
*"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે ઉજવણી કરાઈ* આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં   મહિલા જાગૃતિ અભિયાનના તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણ તથા કન્યા-કિશોર કૌશલ્યના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે દિપ પ્રજ્વલિત કરી મહિલા સંમેલનનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ જશોદાબેન પટેલ, કપિલાબેન પટેલ અને રેખાબેન સુથાર દ્વારા દેવ પૂજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહિલાઓ પર પુષ્પ વર્ષા કરી સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ ગાયત્રી પરિવારમાં મહિલાઓ દ્વારા ચાલતા  નારી જાગરણ અભિયાન, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર,   બાળ સંસ્કાર કેન્દ્રો, કન્યા-કિશોર કૌશલ્ય આંદોલન વધુ વેગવાન બનાવવા આ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી એવા મંજુલાબેન ચૌહાણ, અમિતાબેન પ્રજાપતિ, વિલાસિનીબેન પટેલ , કિરણબેન ભાવસાર, ર