બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..
દાંતા તાલુકાના નવાવાસ ગામ ની પરિણીતાને
શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.....
બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..
પ્રાપ્ત વિગત મુજબ છાપી ના તેનિવાડા ના શ્રીમાળી ( સ્વ) નરસિંહ ભાઈ ને સંતાન માં ત્રણ દીકરીઓ છે એમ બીજા નંબર ની દીકરી નીતાબેન ના લગ્ન આશરે 15 વર્ષ અગાઉ દાંતા તાલુકાના નવાવાસ ખાતે રહેતા શ્રીમાળી નાગર ભાઈ ખેમાં ભાઈ ના પુત્ર હર્ષદ સાથે થયા હતા ...લગ્ન ના થોડા સમય સુધી સાસરિયાઓ દ્વારા સારું રાખવામાં આવતું ...લગ્ન ના થોડા સમય પછી નીતાબેન એમના પતિ સાથે કામ ધંધા માટે અમદાવાદ રહેવા ગયા હતા ...ત્યાં એમના પતી કોઈ કામ ધંધો કરતો ન હોય એ વારંવાર નીતા બેન પાસે પૈસા ની માગણી ને લઈને મારઝૂડ કરતો ,દરરોજ ના ઘર કંકાસ - ઝગડા ને લઈને પોતાનો ઘર સંસાર ના બગડે એ માટે નીતાબેન એમના પતિ સાથે એમની સાસરી નવાવાસ ખાતે એમના સાસુ સસરા જોડે રહેવા આવ્યા હતા ...લગ્ન નો 15 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં નીતા બેન ને સંતાનની પ્રાપ્તિ ના થતા એમના સાસુ જશી બેન નાગર ભાઈ શ્રીમાળી,
નાગર ભાઈ ખેમાંભાઈ શ્રીમાળી ,
હર્ષદ કુમાર નગરભાઈ શ્રીમાળી તથા
પંકજ ભાઈ શ્રીમાળી દ્વારા નીતા બેન ને મારઝૂડ કરવામાં આવતી...પણ પોતાનો ઘર સંસાર બચાવવા માટે નીતા બેને પોતાના પિયર માં આ વાત કોઇ ને કરી ન હતી ,,એમના સાસુ સસરા અને પતિ દ્વારા વારંવાર કહેવામાં આવતું કે તને સંતાન થતું ન હોય એ માટે વારંવાર છૂટ્ટા છેડા લેવા માટે દબાણ કરવામાં આવતું ને અમારે તને જોઈતી નથી એમ કહીને વારંવાર મારઝૂડ કરવામાં આવતી...
નીતાબેન ના પિતાનું મુત્યુ 10 વર્ષ અગાઉ થયું હતી .અત્યારે નીતા બેન પિયર માં વિધવા માતા સાથે રહે છે નીતા બેન ને વારંવાર છૂટા છેડા લેવા માટે દબાણ કરવામાં આવતું પણ નીતાબેન છુટા છેડા લેવા તૈયાર ન થતા એમના પતિ એ
આજ થી 8 મહિના અગાઉ નીતાબેન ને મારઝૂડ કરીને એમના પિયર મૂકી આવ્યો હતો.નીતા બેન ને પિયર મૂકી ને આવ્યા પછી એમના પતિ દ્વારા મૈત્રી કરાર કરીને બીજી યુવતીને ઘરે લાવવામાં આવી હતી .... બીજી બાજુ આ સમાચાર સાંભળીને નીતા બેન ના પગ નીચેની જમીન ખસી ગઈ હતી......આ બધું સહન ન થતા આજ રોજ નીતા બેને છાપી પોલીસે મથકે એમના પતિ ,સાસુ, સસરા,ને દિયર વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .....
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com