આદિવાસી સમાજ માટે 'મહુડા'નું મહત્વ .અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે.એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે.
આદિવાસી સમાજ માટે 'મહુડા'નું મહત્વ . અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે. એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે. મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે તેવી સમાજમાં માન્યતા છે મહુડો આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે પૂજાય છે. મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધારે હોય છે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં અંદાજે દર વર્ષે છ થી સાત હજાર જેટલા મહુડા હોવાની વિગતો સામે આવી છે. અહિંયા વન વિભાગના આરક્ષિત જંગલોમાં પણ મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પણ મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા વન વિભાગના આરક્ષિત જંગલ વિસ્તારમાં નર્સરીઓમાં અન્ય પ્રજાતિઓની સાથે મહુડાના રોપા ઉછેરવામાં આવે છે. જે અંદાજિત દર વર્ષે પાંચથી સાત હજાર જેટલા રોપા રોપવામાં આવે છે. આ રોપા આદિવાસી ખેડૂતોને પણ મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવ