પોસ્ટ્સ

સપ્ટેમ્બર 21, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસા પાલિકાની સ્ટોર,ટ્રાન્સપોર્ટ અને રખડતા ઢોર સમિતિના ચેરમેને ચાર્જ લીધો

છબી
ડીસા પાલિકાની સ્ટોર,ટ્રાન્સપોર્ટ અને રખડતા ઢોર સમિતિના ચેરમેને ચાર્જ લીધો ડીસા નગરપાલિકાના સભ્ય કીરણબેન રણજીતકુમાર વાઘેલાએ સ્ટોર ટ્રાન્સપોર્ટ અનેરખડતાં ઢોર સમિતિના ચેરમેન પદે આજે ચાર્જ સંભાળ્યો હતો. તે પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર, મહામંત્રી હકમાજી જોશી,રાકેશભાઈ પટેલ, નગરપાલિકાના યુવા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ વાઘેલા, મહામંત્રી કમલેશ કંસારા, નગરપાલિકાના સાથી ચેરમેનો  તમામ સભ્યો,શહેર ભાજપનાં કાર્યકર્તાઓ અને વોર્ડ નં.૧૦ ના મતદાર ભાઈઓએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.તેવું મીડિયા સેલના કાંતિભાઈ લોધાએ જણાવ્યું હતું. રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃમાતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફારજીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે

છબી
તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ માતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફાર જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૧ ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. તા.૨૫/૦૯/૨૦૨૧થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ની હાથમતી નદી માં નવા નીર આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

છબી

દાંતાના બે નામથી જ વહીવટીઓ એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે

છબી
દાંતા માં sogની રેડ દરમિયાન પણ વિદેશી દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે છતાં પણ પોલીસ વડાની કોઈ કાર્યવાહી નહીં દાંતાના બે નામથી ન વહીવટીઓ  એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ  દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને દારુના અડ્ડાઓ ને લઇ દાંતા અને અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ સરકાર ને નિશાન બનાવી હતી કે દાંતા અમીરગઢ વિસ્તારોમાં દારુના વેચાણ સાથે પોલીસ સંકળાયેલ છે અને પોલીસ મોટા પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ દારુનું વેચાણ કરાવે આવાં નિવેદન ને લઇ દાંતા માં ઘણા સમયથી વિદેશી દારુનું ધુમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે દાંતા માં sog દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દાંતાના એક હોમ ગાર્ડ અને એક પોલીસ કર્મી દારૂના હપ્તાના વહેવટ છેક ઉપરી અધિકારીઓ સુધી કરવામાં આવત

આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે

છબી
આમ આદમી પાર્ટી અમદાવાદ ના  યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે  આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા  જે પાર્ટી સાથે 2016 થી જોડાયા હતા અને સતત પાર્ટી ને ઉભી કરવા માટે મેહનત કરતા તેમને લોકો ની વચ્ચે રહી લોકો ની સમસ્યા વિશે લડત આપતા અને જનતા ના લોકપ્રિય નેતા તરીકે ઓળખતાં હતા તેમના વિસ્તાર માં લોકો રાજેશ કાંગસીયા ને ખુબ પ્રેમ અને સમર્થન આપે છે  પણ આમ આદમી પાર્ટી માં સાચા લોકો ની અવગણના થાય છે અનેકાર્યકર્તા ની અવાજ ને દબાવવા માં આવે છે રાજેશ કાંગસીયા સંગઠન માં ખુબ જ માહેર છે અને તેમની કાર્યશેલી ખુબ જ પસનીય છે પણ પાર્ટી ની કાર્ય પ્રદ્ધતિ થી તેમની નારાજગી વ્યક્ત કરી છે ટૂંક સમય માં પાર્ટી જો યોગ્ય નિર્ણય નહિ લે તો તેમના સમર્થકો સાથે રાજીનામુ આપશે  બ્યુરો રીપોર્ટ PHN NEWS અમદાવાદ

સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી.

છબી
 અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સ.દાં. કૃ. યુ.ના વૈજ્ઞાનિકો દ્રારા સંકલિત ખેતી પધ્ધતિ અંતર્ગત લોદરા ગામ ખાતે ખેડૂત તાલીમ યોજાયો.. સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી. ખેડૂત તાલીમ કાર્યક્રમ વૈજ્ઞાનિકો દ્રારા કિશન ગાર્ડન, ઓટોમેટિક પાકોની ખેતી પધ્ધતિ પશુપાલન આદર્શ બાયોગેસ, સંપૂર્ણ સંકલીત ખેતી પધ્ધતિ મોડલ વિષય પર માહિતી આપી તથા કાર્યક્ર્મ માં ઉપસ્થિત ખેડૂત ભાઈઓતથા બહેનો દ્વારા વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કરી પોતાનું પ્રશ્નોનું ખુબ સારી રીતે છણાવટ કરી હતી. અંત માં લોદરા ગામ ના પ્રગતિશીલ ખેડુત ફાર્મ ખાતે બનાવેલ પલ્માંરોઝા તથા લેમન ગ્રાસ માંથી ઓઇલ બનાવવા પ્લાન્ટ ની મુલાકાત લઇને ખેડૂત તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.PHN NEWS