ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે
ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન
મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે .ડીસા શહેરના ગાયત્રી વિસ્તાર, જલારામ મંદિર, બેકરી વ્હોળામાં તેમજ બજારો વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીનુ પ્રમાણ દિન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતુ આ રાજસ્થાની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા ડીસા શહેરમાં નજરે પડવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com