અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ.અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે.
અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજે ૧૫મી ઓગસ્ટના રોજ ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ. અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જ્યારે ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા. ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની ર