અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી.
અરવલ્લી જિલ્લામાં કરાઈ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી. મોડાસાના ભામાશા હૉલ ખાતે યોજાયો ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર. અરવલ્લી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર યોજાયો.જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઘરેલું હિંસા સામે લડવા માટે માહિતી આપવામાં આવી. દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઈ પણ મહાપુરુષના ઘડતરમાં પણ તેમની માટેનો જ મુખ્ય ફાળો રહેલો છે. પરંતુ આજની 21મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ. સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફે