પોસ્ટ્સ

જૂન 24, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના,  સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ

અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં હાજર રહયાં.

છબી
અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં  હાજર રહયાં.       મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરએ લીંભોઈ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.  અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે અને કન્યા કેળવણી માટે વડાપ્રધાનશ્રીની મુહિમ સફળ થઈ રહી છે. કોરોનામાં શિક્ષણમાં નુકશાન થયું પણ હવે  પુરા ઉત્સાહ અને ઉત્સવથી શિક્ષણને આગળ ધપાવી રહ્યા છે એવા શિક્ષકોને ધન્યવાદ છે.બાળકોનું 100% નામાંકન થાય તેવા પ્રયાસ સાથે સરકાર કામગીરી કરી રહી છે. શાળામાં ડ્રોપ આઉટ રેસીયો હતો એમાં સુધારો આવ્યો છે. 1000 દ