પોસ્ટ્સ

માર્ચ 14, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી.

છબી
અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૬૦૦૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૯૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાળાઓમાં વિધ્યાર્થીઓને સાકર અને પેન આપીને શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા.૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ થયો છે.  બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૧૬૦૦૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૫૫૦૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૪૯૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૩૬ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૪૯૬ વિધ્યાર્થીઓ પૈકી ૪૯૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧ વિધાથી