પોસ્ટ્સ

જુલાઈ 8, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી.15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ

છબી
અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી. 15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર પર્વ. સાબરકાંઠા જિલ્લામાંથી 15મી ઓગષ્ટ 2013 ના રોજ અલગ બન્યા બાદ અરવલ્લી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્

લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી)

છબી
લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી) દાંતા પીએસઆઇના જવાબ ફરિયાદ નહીં લવુ તમારે પાલનપુર ગાંધીનગર સુધી ફુટવુ હોય ત્યાં ફુટી જજો  લાચાર પીતાનુ નિવેદન  દાંતાપંથકની પરિણિત યુવતીને ઉઠાવી જઇ ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી પ્રેમ લગ્ન કરાવી દીધા હોવાના આક્ષેપ પુત્રી અને ભગાડી જનારા શખ્સ સામે પોલીસે એફ. આઇ. આર. નોંધી, ખોટું સોગંધનામું કરનારા સામે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત દાંતા તાલુકાના નાગેલ ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી સગીરના પ્રેમલગ્ન કરાવી દીધા હતા. આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, લગ્ન કરાવવામાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનારા મહારાજ સામે કલમ 468 મુજબ ગૂનો નોંધવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથિયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના મોડાસાના મેઢાસણ અને ભિલોડાના જેસીંગપુર ખાતે પોહચીં હતી.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના મોડાસાના મેઢાસણ અને  ભિલોડાના જેસીંગપુર ખાતે પોહચીં હતી. વિકાસ યાત્રાના રથનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ભિલોડા તાલુકાના જેસીંગપુર અને મોડાસાના મેઢાસણ  પોહચ્યાં હતાં.જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગ