-: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય* :- *સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ઘટક કામો માટે ખાનગી સોસાયટીઓ એ ભરવાના ૨૦ ટકા ફાળામાં હવે ધારાસભ્ય કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી ૧૦ને બદલે ર૦ ટકા સુધી પોતાની સંમતિથી ફાળવી શકશે રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતા ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે* *સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂ