શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી
- શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન એમ.એલ.ચૌધરી એ તપાસ કમીટીની કરી હતી રચના - બનાસ બેંક માં 40 અધિકારી-કર્મચારીઓની ખોટી ભરતી કરી હોવાનું ખુલ્યું તપાસમાં આપણી બેંક બનાસ બેંક" ના જનરલ મેનેજર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ અશોક ચૌધરી ને ભરતી કૌભાંડ સહિત માં સંડોવણી બહાર આવી છે. જેથી બનાસ બેંક ની વહીવટી કમિટી એ અશોક ચૌધરી ની હકાલપટ્ટી કરતાં ચહલ પહલ વ્યાપી જવા પામી હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન તેમજ બનાસ બેંક ના તત્કાલીન ચેરમેન શંકર ચૌધરી ના એક હથ્થુ શાસન અને સગાવાદ તેમજ પરીવારવાદ ઉભો કરીને બનાસ ડેરી તેમજ બનાસ બેંક માં બોગસ ભરતી ઓ કરી જીલ્લા બહારના ઉમેદવારો ને પણ પોતાના હિત માટે નોકરીઓની લ્હાણી કરી હોવાની જીલ્લા ભરમાં બૂમરાડ ઉઠવા પામી હતી. બનાસ બેંક માં પણ પણ શંકર ચૌધરી એ પોતાના ભાણેજ ને જનરલ મેનેજર તરીકે બેસાડી એકહથ્થુ શાસન ચલાવતા સહકારી આગેવાનો સહિત કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયો હતો તેમજ તાજેતરમાં જ યોજાયેલી બનાસ બેંક ની ચૂંટણી અગાઉ જ બોગસ ભરતી કરવામાં આ