પોસ્ટ્સ

સપ્ટેમ્બર 23, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*

છબી
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી*  પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે કલેકટરશ્રીએ વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓનું માર્ગદર્શન કર્યું* ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનાર હોઇ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.         પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરશ્રી આનંદ પટેલે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂ

જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

છબી
 જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આયોજીત થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અરવલ્લીના મોડાસા ખાતે સરકારી ઈજનેરી કોલેજ દ્વારા 'થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાલડી, અમદાવાદp અને રામાણી બ્લડ બેંક, મોડાસા દ્વારા  સહયોગ આપવામાં આવ્યો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. થેલેસેમીયા ટેસ્ટ કેમ્પનો 649 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ રામાણી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને આદરણીય ફેકલ્ટી સભ્યો દ્વારા કુલ 149 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. તબીબોની ટીમ દ્વારા રક્તદાન માટે યોગ્યતાના માપદંડોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.  સદર કેમ્પના આયોજન તેમજ સંચાલનમાં જીમખાના ટીમ, સરકારી ઈજનેરી કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો, વૉલેનટીયર્સ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કેમ્પને સફળ બનાવવામાં યોગ

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની અઘ્યક્ષતામાં મળી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બેઠક. આગામી દિવસોમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે કરાયું માઇક્રો પ્લાનિંગ. અરવલ્લી જિલ્લામાં 14 અને 15 ઓકટોબરે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી. પરમારની અઘ્યક્ષતામાં બેઠક મળી. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન મોટી સંખ્યામાં જિલ્લાના લાભાર્થીઓને સહાય મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી.                                   જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગીય અધિકારીશ્રિઓને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કરવાની કામગીરી અંગે સૂચન આપવામાં આવ્યા.  દરેક છેવાડાના માનવીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ મળે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિરેક્ટર શ્રી રાજેશ કુચારા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.