ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ કપાઈ, માર્ચ 22 થી આજ દિન સુધીના 18,000 રૂપિયા બાકી ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકામાં નાના-મોટા 200 જેટલા ગામો આવેલા છે આ વિસ્તારમાં રહેતા લોકોને સારવાર માટે સરકાર દ્વારા હોસ્પિટલ શરૂ કરાયા છે તો બીજી તરફ આ તાલુકામાં આવેલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આવા સારવાર કેન્દ્રમાં લોકો આવીને સારવાર કરાવે છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં અંબાજી ગબ્બર પાછળ આવેલું સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ અંદાજે એક મહિનાથી કપાઈ ગઈ છે. આ વિસ્તારમાં રહેતા લોકો લાઈટ વિના સારવાર કરાવવા માટે જાય છે ત્યારે તેમન