ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી*
ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી* અરવલ્લી જિલ્લાનાં *મુખ્ય ક્ષય અધિકારી ડૉ આશિષ નાયક સાહેબના* માર્ગદર્શનથી ભિલોડા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ વી.સી.ખરાડી અને જનાલી પ્રા.આ.કેન્દ્રના ડૉ રોનક કોટવાલ સાહેબના સુચનથી સુનોખ સબ સેંન્ટરમાં *"નિક્ષય દિવસની"* ઉજવણી કરવામાં આવી. જેમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ટી.બી વિશે જન જાગૃતિ અને તેની સહાય વિશે માહિતી આપવામાં આવી. તેમજ ટી.બી નાબુદી વિશે આઈ.ઈ.સી કરવામાં આવી . તેમજ આજ રોજ શાળા,આશ્રમ શાળાની મુલાકાત લઈ શાળાના બાળકોને આંખની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.