ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત.
ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત. ગંગા સ્વરૂપા મહિલાઓને પુન:લગ્ર પરત્વે સામાજિક પરિવર્તન આવે તેમજ પુન: લગ્રનો સમાજ દ્રારા સાહજિક પણે સ્વીકાર થાય, તથા દરજ્જા અને ભુમિકાના વિભિન્ન આયામોમાં વ્યવહારિક પરિવર્તન સુનિશ્ચિત થાય તેમજ સમાજમાં ગંગા સ્વરૂપા મહિલાઓને પુન:લગ્રનો સ્વીકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ‘ગગા સ્વરૂપા પુન:લગ્ર આર્થિક સહાય યોજન અમલમાં મુકવામા આવી છે. ગંગા સ્વરૂપા પુન :લગ્ર આર્થિક સહાય યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ પુન:લગ્ન કરે છે તો તેઓને યોજના અંતર્ગત રૂ.૨૫.૦૦૦/-ની આર્થિક સહાય પુન :લગ્ર કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવે છે તેમજ રૂ.૨૫.૦૦૦/-ની રકમના રાસ્ટ્રીય બચત પત્રો {NSC} એમ કુલ રૂ.૫૦.૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લામાં ૬ ગંગા સ્વરૂપા બહેનોએ આ યોજનાનો લાભ મેળવેલ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્રતા ઘરાવતા લાભાર્થિઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,A/S/18, બીજો માળ, જિલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લીનો સંપર્ક ક