યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે*તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે*
*યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ* નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે* તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે* તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાંમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા.૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યાઠમાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યુ કે, વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોજાશે તેમજ દરેક તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. જેમાં જિલ્લાની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકો ભાગ લેશે કલેકટરશ્રી આનંદ પટેલે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ઉપરાંત નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો અને અંબાજી મંદિરના ચા